મંદિર ઇતિહાસ | Temple History

ગુજરાત રાજ્યના હાર્દસમા વિસ્તાર ચરોતરના આણંદથી ૧૨ કિ.મી., ડાકોરથી ૨૨ કિ.મી., અને નડિયાદથી ૧૮ કિ.મી. ના અંતરે કાસોર (ભાલેજ) ગામમાં મહાકાળી માતાજીનું અતિપ્રચીન મંદિર આવેલ છે.

માન્યતા પ્રમાણે કસોર ગામના કડુભાઈ ગોવિંદભાઈ પટેલ ને માતાજીએ સ્વપ્ન આપ્યું તે મુજબ તેમણે કસોર ગામની પૂર્વદિશામાં આવેલ “કુંડ” તળાવ માં ખોદકામ કરાવતા માતાજીની મૂર્તિ પ્રગટ થઈ જે કુંડ તળાવની બાજુમાં આવેલા ટેકરા ઉપર મંદિર બનાવી કડુભઈ ગોવિંદભાઈ પટેલે મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના મંદિરમાં સંવત ૧૭૩૫ ના ચૈત્ર સુદ-૮ (આઠમ) ના દિવસે કરી હતી. આમ આ મંદિર લગભગ ૩૪૭ વર્ષ પુરાણુ છે.

અહીં આસો તથા ચૈત્ર માસની નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. બંને નવરાત્રીની આઠમ (દુર્ગાષ્ટમી)ના દિવસે ભવ્ય હવન થાય છે. જેમાં આશરે ૧૦૦૦ થી પણ વધારે શ્રીફળ હોમાય છે. આઠમના દિવસે દૂર-દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે.

અહીંયા વિકાસના કાર્યો થાય છે તથા ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે આવે છે. સાચા મનથી જે લોકો માતાજીને આરાધે છે તેમની સર્વે મનોકામના માતાજી પૂર્ણ કરે છે.

In the heart of Gujarat’s Charotar region, the ancient Mahakali Mataji temple stands in the village of Kasor (Bhalej), located 12 km from Anand, 22 km from Dakor, and 18 km from Nadiad.

As per belief, Mataji appeared in a dream to Kadubhai Govindbhai Patel of Kasor village. Following her guidance, he excavated the “Kund” lake on the eastern side of the village, where Mataji’s idol was revealed. A temple was built on the hillock beside the Kund lake, and the idol was installed on Chaitra Sud-8 (Ashtami) of Samvat 1735. The temple is thus approximately 347 years old.

Navratri is celebrated with great splendour during both Aso and Chaitra months. On Ashtami (Durga Ashtami) of both Navratris, a grand havan is performed in which over 1,000 coconuts are offered. Devotees travel from far and wide for darshan on Ashtami day.

Development works continue at the temple, and a flood of devotees arrives for darshan. Mataji fulfils all wishes of those who worship her with a true heart.